NATIONAL

દિલ્હીના મેયરની ચૂંટણી માં ભાજપના ઉમેદવારે પાછું ખેંચ્યું નામાંકન, AAPના શૈલી ઓબેરોય મેયર તરીકે બિનહરીફ ચૂંટાયા

દિલ્હીમાં મેયરની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થયા બાદ ભાજપે મેયર અને ડેપ્યુટી મેયર બંને પેદ માટે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ પછી AAPના શૈલી ઓબેરોય દિલ્હીના મેયર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સાથે પૂર્વ દિલ્હીના સોનિયા વિહાર વોર્ડમાંથી AAPના વર્તમાન ડેપ્યુટી મેયર આલે મોહમ્મદ ઈકબાલ પણ ફરીથી ડેપ્યુટી મેયર બન્યા છે. ભાજપના સોની પાંડેએ પણ પોતાનું નામાંકન પાછું ખેંચ્યું છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી (AAP) શાસક પક્ષ છે. મેયરની ચૂંટણી માટે બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, સીટીંગ મેયર શેલી ઓબેરોય અને ભાજપના શિખા રાય જો કે બુધવારે અચાનક ભાજપના શિખા રાયે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. અને શૈલી ઓબેરોય મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જો કે આ પ્રસંગે ભાજપના શિખા રોયે કહ્યું કે શૈલી ઓબેરોયે બંધારણીય પદની ગરિમા જાળવવી જોઈએ અને સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી કરાવવામાં સહકાર આપવો જોઈએ.

[wptube id="1252022"]
Back to top button