NATIONAL
દેશના લગભગ 21 જેટલાં નિવૃત્ત જજોએ ન્યાયપાલિકા પર દબાણ કરાતા હોવાનો દાવો કરવામાં આવ્યો
‘ન્યાયતંત્ર પર અયોગ્ય દબાણ …’, 21 પૂર્વ જજોએ CJI ચંદ્રચુડને લખ્યો પત્ર

લોકસભા ચૂંટણી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના લગભગ 21 જેટલાં નિવૃત્ત જજોએ દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચૂડને સંબોધતાં એક પત્ર લખ્યો છે, જેમાં ઘણી ચિંતાઓ વ્યક્ત કરી છે. આ પત્રમાં ન્યાયપાલિકા પર દબાણ કરાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પૂર્વ જજો દ્વારા જાહેર કરાયેલા આ ખુલ્લા પત્રમાં લખવામાં આવ્યું છે કે એક કેલ્ક્યુલેટેડ પ્રેશર દ્વારા ન્યાયપાલિકાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ન્યાયપાલિકા અંગે ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે. આ પત્રમાં હાઈકોર્ટના 17 પૂર્વ જજોના નામ સામેલ છે જ્યારે 4 સુપ્રીમકોર્ટના પૂર્વ જજ સામેલ છે.

[wptube id="1252022"]









