NATIONAL
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં જોડાયા અખિલેશ યાદવ, કહ્યું ‘નફરતને પ્રેમથી દૂર કરીશું’
તાજનગરી પહોંચેલી ‘ન્યાય યાત્રા’માં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ ભાગ લીધો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા આજે ઉત્તર પ્રદેશના આગ્રા પહોંચી હતી. તાજનગરી પહોંચેલી ‘ન્યાય યાત્રા’માં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા આજે ઉત્તર પ્રદેશના આગ્રા પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા કહ્યું કે ભાજપ નફરત ફેલાવવાનું કામ કરે છે. અમે આ નફરતને પ્રેમથી દૂર કરીશું. દેશમાં અન્યાય વધી રહ્યો છે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું, “આગ્રા શહેર વિશ્વમાં જાણીતું છે. મને ખુશી છે કે તેઓએ પ્રેમની દુકાન ચલાવી છે અને આ આખું શહેર પ્રેમનું શહેર છે. આવનારા સમયમાં લોકશાહી અને બંધારણ બચાવવું એક પડકાર છે. અમે આશા રાખીએ છીએ કે ઇન્ડિયા અને પીડીએની એનડીએને હરાવવા માટે કામ કરશે”
[wptube id="1252022"]