NATIONAL

ગુજરાતમાં એક જ દિવસમાં બે વાર ભૂકંપ બાદ હવે આસામમાં પણ ભૂકંપ

શનિવારે ગુજરાતમાં એક જ દિવસમાં બે વાર ધરતી ધ્રજી હતી. જેમાં પ્રથમ વાર દક્ષિણ ગુજરાતના સુરતમાં મોડી રાત્રે 3.8ની તીવ્રતાના ભૂકંપ આવ્યો હતો ત્યારબાદ કચ્છના દૂધઈમાં બપોરે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. છેલ્લા 11 દિવસમાં 9 વખત ગુજરાતમાં ભૂકંપના આચંકા આવ્યા છે જેના પગલે લોકોમાં ચિંતા પેઠી છે.
ત્યારે આજે આસામ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આસામની નાગાંવમાં બપોરે અંદાજે 4 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.0ની નોંધાઈ છે. ભૂકંપના પગલે લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે, હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
તુર્કી અને પડોશી દેશ સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપથી ઠેર ઠેર તબાહી મચાવી દીધી છે જ્યાં જુઓ ત્યાં લાશો જોવા મળી રહી છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 28 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે લાખો લોકો ઘાયલ થયા છે. ચોંકાવનારી વાત એ છે કે આ ભૂકંપમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.

[wptube id="1252022"]
Back to top button