
જંબુસર નગરની નગરપાલિકા સંચાલિત એસ એન્ડ આઈસી હાઇસ્કુલનાં આચાર્યશ્રી પિયુષભાઈ ચતુરભાઈ પટેલનું આજરોજ લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેઓએ પોતાના જીવનની કારકિર્દીની શરૂઆત પંચશીલ હાઇસ્કૂલ વડોદરામાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યારબાદ ૨૦૦૪ના વર્ષથી તેઓ એસ.એન્ડ. આઈ. સી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી તેઓની તબિયત નાદુરસ્ત રહેતી હતી. ગઈ રાત્રિના સમયે વડોદરા ની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. ફાની દુનિયાને અલવિદા કરી તેઓ પરમધામ માં પહોંચી ગયા હતા. આજ રોજ સાંજના ચાર વાગ્યે બોડેલી તાલુકાનાં ચિખોદરા ગામે તેમની અંતિમ વિધિ રાખવામાં આવેલ હતી. જેમા ગ્રામજનો સહિત શિક્ષકો,મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]