
પંજાબની જલંધર લોકસભા સીટની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુશીલ રિંકુએ કોંગ્રેસના ઉમેદવાર કરમજીત કૌર ચૌધરીને હરાવ્યા હતા. આ જીત પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટી હેડક્વાર્ટરમાં કહ્યું, “આજે લોકસભામાં AAPની એન્ટ્રી થઈ, જો દેશની જનતા ઈચ્છશે તો અમે લોકસભામાં પણ બહુમતીમાં મેળવીશું”.
દિલ્હીના સીએમએ કહ્યું કે, ભગવંત માનના કામ પર લોકોએ મહોર લગાવી છે. આ માટે હું તેમને અભિનંદન પાઠવું છું. ગત વખતે અમે 92 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. તે વખતે અમે જલંધરમાં નવમાંથી માત્ર ચાર સીટો જીતી શક્યા હતા પરંતુ આજે AAPએ નવમાંથી સાત સીટો પર જીત મેળવી છે. 2019માં અમને જલંધરમાં માત્ર 2.5% વોટ મળ્યા હતા, આજે અમને 34% વોટ મળ્યા છે.

[wptube id="1252022"]









