PATANSANKHESWAR

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની સમી- શંખેશ્વરની સંયુક્ત બેઠક મળી

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની સમી- શંખેશ્વરની સંયુક્ત બેઠક મળી..

સમી – શંખેશ્વર તાલુકાના પ્રમુખ સહિત કારોબારી સભ્યોની સવૉનુંમતે વરણી કરાઈ..

પાટણ તા. 11
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ની સમી- શંખેશ્વર ની સંયુક્ત બેઠક મંગળવારના રોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડીયા, પ્રદેશ પ્રભારી બાબુલાલ ચૌધરી, પ્રદેશ સંયોજક મીનાજભાઈ મલીક, પ્રદેશ સહ સંયોજક ભાવેશભાઈ મુલાણી ની રાહબરી હેઠળ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા, પાટણ જીલ્લા પ્રમુખ યશપાલ સ્વામી, જીલ્લા મહામંત્રી વિજયભાઈ પરમાર ની ઉપસ્થિત મા પ્રવચન જૈન શ્રૂત તિર્થ ખાતે યોજવામાં આવી હતી.
શંખેશ્વર ખાતે આયોજિત અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની શંખેશ્વર સમી ની સંયુક્ત બેઠકમાં બંને તાલુકાઓના હોદ્દેદારો ની સવૉનુંમતે વરણી કરવામાં આવી હતી.
જેમાં શંખેશ્વર-સમી ના પ્રમુખ તરીકે ગોપાલભાઈ સિંધવ, મહામંત્રી મયુરભાઈ પંડ્યા,ઉપપ્રમુખ પ્રવીણભાઈ પંચાલ, દિલીપસિંહ જાડેજા, ખજાનચી ભીખાલાલ પરમાર, આઈ ટી સેલ રાજુભાઈ જોશી સહિત કારોબારી સભ્યો માં મુસ્તુફાભાઈ મેમણ, નટવરલાલ દવે અને નરસિંહભાઈ પરમારની સવૉનુમતે વરણી કરવામાં આવતા તેઓને નિમણૂક પત્રો ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને પાટણ જિલ્લા પ્રમુખ યશપાલ સ્વામીના વરદ હસ્તે એનાયત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button