NATIONAL

મુસ્લિમ છોકરીએ હિન્દુ છોકરા સાથે કર્યા લગ્ન, રુબીનામાંથી રુબી બની

ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં રુબીના બેગમે રુબી અવસ્થી બનીને મંદિરમાં પોતાના પ્રેમીના નામનું સિંદૂર ભરીને તેની જીવન સંગિની બની છે. શિવપુરા ગામની રહેવાસી રુબીનાએ હિન્દુ રીતિ રિવાજ મુજબ મંદિરમાં પોતાના ગામના જ શેષ કુમાર અવસ્થી સાથે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્નથી છોકરાનો પરિવાર ખૂબ જ ખુશ છે. જ્યારે છોકરીનો પક્ષ નારાજ છે. જોકે પોલીસ પ્રોટેક્શન સાથે બંનેના લગ્ન ગત 6 જૂને મંદિરમાં કરવવામાં આવ્યા છે. તે પછીથી બંનેએ મંદિરમાં જઈને પૂજા કરી હતી.

રુબી અને શેષ બંને શિવપરા ગામના રહેવાસી છે. બંનેની મુલાકાત લગભગ 2 વર્ષ પહેલા થઈ હતી. રુબીની ઉંમર 18 વર્ષ છે અને તે સ્નાતકની વિદ્યાર્થીની છે. જ્યારે શેષ 21 વર્ષનો છે અને ખાનગી નોકરી કરે છે. લગભગ 15 દિવસ પહેલા બંને લગ્ન કરવા માટે ગામમાંથી ભાગીને મુંબઈ જતા રહ્યાં હતા.

આ અંગેની ફરિયાદ છોકરી પક્ષે પોલીસને કરી હતી. તેમણે શેષની વિરુદ્ધ તેમની છોકરીને ભગાડી જવાનો કેસ નોંધાવ્યો હતો. પરિવારનું કહેવું છે કે તેમની છોકરી સગીર છે અને શેષ તેને ફસાઈને લઈ ગયો છે. ગામમાં માહોલ ખૂબ જ તણાવપૂર્ણ થતા પોલીસે બંનેની મુંબઈથી ધરપકડ કરી છે. તે પછીથી યુવતીને વન સ્ટાપ સેન્ટર મોકલવામાં આવી છે. જ્યારે છોકરાને પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button