
લખનૌમાં ડિફેન્સ એક્સ્પો દરમિયાન પ્રદર્શિત DRDO દ્વારા બનાવવામાં આવેલ હેલિકોપ્ટર ચોરાઈ ગયું છે. હેલિકોપ્ટર ક્યાં ગયું અને ક્યારે ચોરાયું તેની માહિતી જવાબદારો પાસે નથી. વર્ષ 2020 માં ડિફેન્સ એક્સ્પો દરમિયાન, DRDO એ એન્ટ્રી ગેટ પર સ્ક્રેપમાંથી ચિનૂક હેલિકોપ્ટરનું એક કોપી મોડેલ રાખવામાં આવ્યું હતું. એક્સ્પો પૂરો થયા બાદ પણ હેલિકોપ્ટર ત્યાં જ રહ્યું હતું અને તેની જાળવણીની જવાબદારી મહાનગરપાલિકાને સોંપવામાં આવી હતી. હેલિકોપ્ટર ગાયબ થવાની ફરિયાદ એપ્રિલ 2023માં શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ કલ્યાણ બેનર્જીને કરવામાં આવી હતી. જે બાદ મહાનગરપાલિકાના ઝોનલ સેક્રેટરીએ લેખિત જવાબ આપ્યો હતો.
ગયા વર્ષે 2023માં લખનૌમાં જ્યારે G20 સમિટ યોજાવાની હતી ત્યારે આ મેદાનની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાએ હેલિકોપ્ટરનો પિલર નબળો હોવાનું અને આ વિસ્તારમાં વીઆઈપી મુવમેન્ટનું કારણ આપીને આ મોડલ હટાવી દીધું હતું, પરંતુ તે પછી હેલિકોપ્ટરનું શું થયું તેની કોઈને જાણ નહોતી.
માહિતી અનુસાર, હેલિકોપ્ટર ગાયબ થવાની ફરિયાદ એપ્રિલ 2023માં શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ કલ્યાણ બેનર્જીને કરવામાં આવી હતી. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પૂછવામાં આવ્યું કે હેલિકોપ્ટર ક્યાં ગયું છે, જે દરમિયાન મહાનગરપાલિકાના ઝોનલ સેક્રેટરીએ લેખિત જવાબ આપ્યો હતો કે, હેલિકોપ્ટરને ગોમતી નગર સ્થિત મહાનગરપાલિકાના ‘રબિશ એન્ડ રિમૂવેબલ’ વર્કશોપમાં સમારકામ માટે મોકલવામાં આવ્યું હતું. આજની તારીખ સુધી ઉપલબ્ધ માહિતી મુજબ, આ પ્રકારનું કોઈ હેલિકોપ્ટર વર્કશોપમાં નથી કે તેની કોઈ એન્ટ્રી પણ નથી.
આ ઘટના અંગે મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના સાથીદારે ઝોન 8ના ઝોનલ ઓફિસર સાથે વાત કરવાનું કહ્યું, પરંતુ તેમને ફોન ઉપાડ્યો ન હોવાથી આ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનનો પક્ષ મેળવી શક્યા નહીં. જો કે, પ્રાપ્ત માહિતી અનુસાર, ઝોનલ ઓફિસરે કહ્યું છે કે જ્યારે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતું ત્યારે ઝોનલ ઓફિસર કોઈ અન્ય હતા અને તે પછી હેલિકોપ્ટર ક્યાં ગયું તે અંગે તેમને જાણ નથી.










