
વિજાપુર ટાઉનહોલ ખાતે ભાજપ જનસંપર્ક થી જન સમર્થન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના ટાઉનહોલ ખાતે ભાજપ પક્ષ દ્વારા આગામી દિવસો માં આવનાર લોકસભાની ચૂંટણી ની તૈયારીઓ તેમજ ગ્રામપંચાયત નગરપાલિકા ની ચૂંટણી ની તૈયારીઓ ના ભાગ રૂપે “જન સંપર્ક થી જન સમર્થન અભિયાન અંતર્ગત “” અલ્પકાલિન વિસ્તારક યોજના અંતર્ગત અલ્પકાલિન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા નુ અયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં પૂર્વ ધારાસભ્યો રમણભાઇ પટેલ, કાંતિભાઇ પટેલ, તેમજ ગુજરાત રાજ્ય પ્રદેશ ભાજપ સહ પ્રવકતા હિતેન્દ્રભાઇ પટેલ, જીલ્લાપંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રાજુભાઇ પટેલ, તેમજ તાલુકા/શહેર ભાજપ સંગઠન પ્રમુખ રાજુભાઇ પટેલ, સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલ, જીલ્લાભાજપ હોદ્દેદારો તાલુકા ભાજપ હોદ્દેદારો જીલ્લાપંચાયતના સદસ્યો/તાલુકાપંચાયતના સદસ્યો તેમજ તાલુકાના તમામ કાર્યકર્તા ઓ તેમજ અલ્પકાલીન વિસ્તારક ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સાથોસાથ કાર્યકરો નો ભોજન સભારંભ પણ યોજાયો હતો





