
દેશની રાજધાની દિલ્હીમાં ભાજપના નેતા સુરેન્દ્ર મટિયાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બદમાશોએ 6 ગોળીઓ ધરબી હતી જે બાદ નેતાને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે નેતાને મૃત જાહેર કર્યા છે. બીજી તરફ ભાજપના નેતાની હત્યા થતા પોલીસ દ્વારા આરોપીને પકડવા પોલીસે અનેક ટીમો બનાવી છે. ત્યારે હવે લોકોના મુખે સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે, જો નેતા જ સુરક્ષિત નથી તો આમ પ્રજા કેમ સુરક્ષિત રહી શકશે.
આ ઘટના દ્વારકા વિસ્તારના બિંદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ભાજપના નેતા સુરેન્દ્ર મટિયાલા પોતાની ઓફિસમાં બેઠા હતા તે દરમિયાન બદમાશોએ ઓફિસમાં ઘૂસીને ગોળી મારી દીધી હતી. તેઓ આ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે.

[wptube id="1252022"]









