
તા.૭/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૮ ડિસેમ્બરે કડુકા અને નવાગામ ખાતે યોજાશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાનાં કુંદણી અને લીલાપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. જ્યાં ગ્રામજનોએ સામૈયા, કુમકુમ તિલક કરી રથનું સ્વાગત કર્યું હતું. આ યાત્રા ૮ ડિસેમ્બરે કડુકા અને નવાગામ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તથા લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત સરકારની યોજનાઓનો લાભ મેળવેલ લાભાર્થીઓએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
“ધરતી કહે પુકારકે” કૃતિ દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવો સાથે ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા.

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, ગામનાં સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, આંકડા મદદનીશ અધિકારીશ્રી એમ.બી. સોલંકી, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








