GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:વેજલપુર બાગાયત સંશોધન કેંદ્ર ખાતે અર્બન હોર્ટીકલ્ચર તેમજ કિચન ગાર્ડન વિષય પર તાલીમનું આયોજન કરાયું

તારીખ ૩૦/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

નાયબ બાગાયત નિયામક કચેરી ગોધરા અને બાગાયત સંશોધન કેન્દ્ર વેજલપુરના સંયુકત ઉપક્રમે વેજલપુર બાગાયત સંશોધન કેંદ્ર ખાતે એક દિવસીય અર્બન હોર્ટીકલ્ચર તેમજ કિચન ગાર્ડન વિષય પર તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં કેન્દ્રીય બાગાયત સંશોધન કેંદ્રના વડા ડો.સીંગ, તાલીમ વિષય નિષ્ણાંત ડો.યાદવ તેમજ નાયબ બાગાયત નિયામક કચેરી ગોધરા ખાતેથી જિલ્લા બાગાયત અધિકારી હાજર રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તાલીમમાં ખેડૂતોને કિચન ગાર્ડન,ટેરેશ ગાર્ડન,રુફ ટોપ ગાર્ડન,વર્ટીકલ ગાર્ડન વગેરે જેવા વિષય પર વિગતવાર તાલીમ આપવામા આવી હતી. આ સાથે ખેડુતોને શાકભાજી બિયારણ તેમજ અળસીયા ખાતરનું પણ વિતરણ કરાયું હતું.

[wptube id="1252022"]
Back to top button