NATIONAL

કેજરીવાલ અને સંજયસિંહને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં ટ્રાયલ પર સ્ટે આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સાથે જોડાયેલા મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને મોટી રાહત મળી છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલા મામલે ગુજરાત યુનિવર્સિટીએ બંને નેતાઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં બંને નેતાઓને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ગયા વર્ષે માર્ચ મહિનાથી આમ આદમી પાર્ટી સંયોજક કેજરીવાલ અને પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા.

પીએમ મોદીની ડિગ્રી વિશે માહિતી આપવા માટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) એ આદેશ પસાર કર્યો હતો. આ ઓર્ડર સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે ગયા વર્ષના માર્ચના અંતમાં CIDના આદેશને રદ કરી દીધો હતો અને કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ નિર્ણય બાદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

આમ આદમી પાર્ટીના આ બંને નેતાઓની પ્રેસ કોન્ફરન્સ બાદ ગુજરાત યુનિવર્સિટીએ તેમની ઉપર માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ત્યારથી બંને નેતાઓ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા. યુનિવર્સિટીએ બંને પર આરોપ લગાવ્યો છે કે તેમના નિવેદનોને પગલે વિશ્વમાં યુનિવર્સિટીની છબી ખરાબ થઈ છે. મેટ્રોપોલિટન કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પણ જારી કર્યા હતા, પરંતુ બંને નેતાઓ કોર્ટમાં હાજર થયા ન હતા.

કેજરીવાલે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. જેમાં હાઈકોર્ટે કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેજરીવાલે માગ કરી હતી કે, જ્યાં સુધી હાઈકોર્ટમાં પેન્ડિંગ તેમની રિટ પિટિશન પર નિર્ણય ન આવે ત્યાં સુધી હાઈકોર્ટના નિર્ણય બાદ નીચલી કોર્ટમાં શરૂ થયેલી માનહાનિના કેસની સુનાવણી અટકાવવી જોઈએ. હાલમાં સુપ્રીમ કોર્ટે બંને નેતાઓને મોટી રાહત આપી છે. બીજી તરફ, ગુજરાત હાઈકોર્ટમાં ગત સુનાવણી વખતે અભિષેક મનુ સિંઘવી હાજર ન હોવાને કારણે સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.

Indian leader of the Aam Aadmi Party (AAP) and Chief Minister of Delhi Arvind Kejriwal (C) AAP leader Sanjay Singh pose for a photograph with party members during a public rally in Amritsar on November 30, 2016.
/ AFP PHOTO / NARINDER NANU

[wptube id="1252022"]
Back to top button