BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર તાલુકાના જગાણા ખાતે ગ્રામસભા યોજાઇ

21 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના જગાણા ખાતે ગુરૂમહારાજના મંદિરના પરિષરમાં સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજવામાં આવી હતી પાલનપુરથી કલેકટર ઓફિસ જગાણા ગામમાં લાવવાની હલચલ ચાલી રહેલ છે. આ બાબતે આજરોજ ચર્ચા વિચારણા કરવા માટે તા.-૨૧/૧૦/૨૩ શનિવારે ૯:૩૦ કલાકે ગુરૂમહારાજના મંદિરમાં ગામના તમામ આગેવાનો,પદાધિકારીઓ, તમામ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.અગાઉના વહીવટ કર્તાઓ અને કમિટી ના સાથ સહકારથી જગાણા ગામે ઇજનેરી કોલેજ, પ્રવાસ નિગમ (હોટલ તોરણ) બી.આર.સી.ભવન,જિલ્લા ખાદી ગ્રામ વિકાસ, એકલવ્ય મૉડલ સ્કૂલ, સરકારી ઇજનેરી કોલેજ હોસ્ટેલ, સ્ટાફ કવૉટર,વિકલાંગ હેલ્પ હેન્ડીકેપ,જેટકો જેવી અનેક સંસ્થાઓ ને જગાણા પંચાયતના અગાઉ ના સતાધીશોએ સરકારી અને ગૌચરની જમીનો આપી હોય હવે પછી ગામમાં કોઈ પણ જગ્યા આપવી હોયતો જગાણા સરપંચશ્રીએ પહેલ કરી છે કે ગ્રામસભા બોલાવી અને ગ્રામજનો નક્કી કરશે આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button