AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં પિકઅપ ગાડી પલટી મારી જતા, યુવકનું મોત નીપજ્યુ.જ્યારે 6 મજૂરો ઈજાગ્રસ્ત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં વાડિયાવન ગામનાં મજૂરોથી ભરેલ પીકઅપ ગાડી રજી. નં. GJ -30-T-0508 સાંજે મહારાષ્ટ્રથી વાડિયાવન ગામ પરત ફરી રહી હતી.ત્યારે ડાંગ જિલ્લાનાં હારપાડા ગામની સીમમાંથી પસાર થતી વેળાએ ચાલક હીરામણભાઇ (રહે. વાડ્યાવન તા.સુબીર જી.ડાંગ )એ પિકઅપગાડીને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા ચીંચધરા ગામની આગળ હારપાડા ગામનો ઘાટ ખેડી મોવલી નામની જગ્યા પર  પિકઅપ ગાડી પલટી ખવડાવી દેતા સ્થળ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

આ અકસ્માતનાં બનાવમાં સ્થળ પર જ મજૂર નામે યોહાનભાઈ ઉર્ફે ધનજીભાઈ દામુભાઇ પવારનું મોત નીપજ્યુ હતુ.અને પાંચ થી છ મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.આ અકસ્માતને લઈને આહવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button