NATIONAL

આઈ ટી એન્ડ ઈન્ફોર્મેશન મિનિસ્ટ્રી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે એન્ડ્રોઈડ યુજર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે

આઈ ટી એન્ડ ઈન્ફોર્મેશન મિનિસ્ટ્રી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે એન્ડ્રોઈડ યુજર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે, જેમા એન્ડ્રોઈડ 13 અને તેનાથી જુના વર્ઝન માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં કેટલીક ખામીઓ જોવા મળી છે, જે યુજર્સ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને એન્ડ્રોઈડ 13માં કેટલીક ક્રિટિકલ ખામીઓ જોવા મળી છે, જેના કારણે એ સ્પષ્ટ થાય છે કે યુજર્સ માટે એન્ડ્રોઈડ 13 ખતરનાક સાબિત થઈ શકે છે.

આ સાથે તમને જણાવી દઈએ કે એન્ડ્રોઈડ 13 OS વાળા મોબાઈલને હેકર્સ જલ્દી હેક કરી લે છે અને માહિતી સાથે સાથે તમારા વોલેટમાંથી પૈસા પણ સાફ કરી શકે છે. સરકારે ચેતવણી આપતાં કહ્યું છે કે, કેટલીક કમજોરીઓનો ફાયદો ઉઠાવીને હેકર્સ ડિવાઈસ પર પોતાનો કોડ ઈન્ટોલ કરે છે, ડિવાઈસનું એક્સેસ મેળવી લે છે તેમજ યુજર્સની દરેક પ્રકારની માહિતી સરળતાથી મેળવી શકે છે.

CERT ના રિપોર્ટ પ્રમાણે આ લિસ્ટમાં એન્ડ્રોઈડ 11, એન્ડ્રોઈડ 12, એન્ડ્રોઈડ 12L અને  એન્ડ્રોઈડ 13 પર ચાલનારા એન્ડ્રોઈડ ડિવાઈસનો સમાવેશ થાય છે. આ ખામીઓ માત્ર એક કંપોનેંટ સુધી સીમિત નથી પરંતુ આ ડિવાઈસના અલગ અલગ ભાગોમાં રહેલી છે. જેમા ફ્રેમવર્ક, સિસ્ટમ, ગુગલ પ્લે સ્ટોર અપડેટ જેવા મુખ્ય કંપોનેંટ સામેલ છે.  આ સાથે હાર્ડવેર કંપનીઓ સાથે જોડાયેલ કંપોનેંટ્સ જેવા આર્મ, મીડિયાટેક, યૂનિસોફ, ક્વાલકોમ અને ક્વાલકોમના ક્લોજ્ડ-સોર્સ કંપોનેંટસ પણ સામેલ છે.

ગુગલે એક એન્ડ્રોઈડ OS અપડેટ જાહેર કર્યુ છે, જે આ દરેક સમસ્યાને ખત્મ કરી નાખશે. જો અત્યાર સુધી તમે ફોનને અપડેટ નથી કર્યો તો સૌથી પહેલા ફોન અપડેટ કરી લો.

તમારે હંમેશા સિક્યુરિટી પેચ અપડેટ કરતા રહેવું જોઈએ. ફોનમાં સમયાંતરે સિક્યુરિટી અપડેટ આવતું રહેતુ હોય છે. તેને અપડેટ કરવાથી ફોનમાં રહેલી ખામીઓ દુર થઈ જાય છે. કોઈપણ થર્ડ પાર્ટી એપથી સાવધાન રહો. ગુગલ પ્લે સ્ટોર સિવાય બીજે ક્યાંયથી પણ એપ ડાઉનલોડ ન કરો. થર્ડ પાર્ટી એપ્સ અથવા કોઈ લિંકથી ડાઉનલોડ કરેલી એપ ખતરનાક સાબિત થઈ શકે છે.

જો કોઈ એપ તમારી પાસે પરમીશન્સ માંગી રહી છે તો તમારે પહેલા એ ચેક કરી લેવુ જોઈએ કે તે એપને પરમીશન્સની જુરુર છે કે નહીં. જો જરુરી હોય તો જ પરમીશન આપો નહી ન આપો.

[wptube id="1252022"]
Back to top button