
18 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાની ગ્રામ્યકક્ષાની સાંધીક અને એથ્લેટીક્સ ની રમતો વિમળા વિદ્યાલય, ગઢ ખાતે યોજાઈ હતી.જેમાં શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ ના ભાઈઓ ચૌહાણ વિશાલ, માલુણા સંજય, ડાભી રણજીત, સિંધી વસીમ, ઠાકોર મેહુલ, અંસારી સામીખાન, ગૌસ્વામી અનિલ પ્રજાપતિ ચિરાગ, ચત્રાલિયા ધવલ, મકવાણા અર્જુન, મકવાણા નરેશ અને ચૌધરી દક્ષએ અંડર- ૧૯ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં અમારી શાળાના ભાઈઓની ટીમ તાલુકામાં વિજેતા બની હતી. જ્યારે બહેનોની એથ્લેટીક્સ અંડર-૧૭માં ચૌહાણ નિધી ભરતભાઇએ ગોળાફેકમાં દ્વિતીય સ્થાન જ્યારે જેહાતર પાયલ અમરાતભાઈએ ૧૦૦ મીટર દોડમાં તૃતીય સ્થાન અને ઘાસુરા રિજવાનાબાનું આઈ એ ૪૦૦ મીટર દોડમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે અંડર-૧૭ ભાઈઓમાં ઘાસુરા રેહાન આઈ એ ઊંચી કૂદમાં દ્વિતિય સ્થાન અને રાજપૂત યુવરાજ જે. એ લંગડીફળ કૂદમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જ્યારે અંડર-૧૯ બહેનોમાં મકવાણા લક્ષ્મી ડી. એ લાંબીકૂદમાં પ્રથમ સ્થાન, પાળા હેતલ પી. એ ગોળા ફેકમાં દ્વિતીય સ્થાન, માલુણા રેવીબેન ડી. એ ૨૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન, ચૌધરી જીનલ પી. એ ૪૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન અને ગમાર ગીતા બી. એ ૧૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જ્યારે અંડર-૧૯ ભાઈઓમાં સિંધી ફિરદોશ અનવરશા એ ૨૦૦ મીટરમાં પ્રથમ સ્થાન ઠાકોર યુવરાજ એસ. ૧૫૦૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન, મકવાણા નરેશ જી. એ લંગડીફાળ કૂદમાં દ્વિતીય સ્થાન, જ્યારે ચૌહાણ હિમતસિંહ આર. એ ૮૦૦ મીટર દોડમાં, માલુણા સંજય આર.એ ગોળાફેકમાં અને મકવાણા અર્જુન બી એ લાંબીકૂદમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરીને શાળા તેમજ માલણ ગામનું ગૌરવ વધારેલ છે. શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિ એ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને એમના માર્ગદર્શક શ્રી ભરતભાઇ પટેલ અને શ્રી રાહુલભાઈ ચૌધરીને મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા.







