છત્તીસગઢ : પીકઅપ વાહન પલટી જતા 17ના મોત

છત્તીસગઢમાં સોમવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કવર્ધા જિલ્લામાં બાહપાની વિસ્તાર પાસે એક પીકઅપ વાહન ઊંડી ખીણમાં પલટી જતા 17 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જયારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બાહપાની વિસ્તાર પાસે, પીકઅપ વાહનના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમવાત 20 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું હતું. જેમાં 18 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પીકઅપમાં 25 થી 30 લોકો હતા. તમામ કુઇના રહેવાસી હોવાનું કહેવાય છે.
‘કવર્ધા જિલ્લાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાહપાની ગામ પાસે એક પીકઅપ પલટી જવાથી 18 ગ્રામજનોના મોત થવાના દુઃખદ સમાચાર મળી રહ્યા છે. ઘાયલોને સારી અને ઝડપથી સારવાર માટે જિલ્લા પ્રશાસનને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. હું દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.’
છત્તીસગઢના ડેપ્યુટી સીએમ વિજય શર્માએ કહ્યું, “કવર્ધામાં મજૂરોથી ભરેલું પીકઅપ વાહન પલટી જવાથી 15 લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદાયક છે. મારી સંવેદના એ તમામ પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે.’આ સાથે, હું તમામ ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાથના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર, રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, પીડિતો અને તેમના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે.









