NAKHATRANA

સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે સ્વામી શ્રી પ્રદીપ્તાનંદજી દ્વારા ભગવદ્ ગીતા અને વિદ્યાર્થી જીવન પર પરિસંવાદ યોજાયો

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

બોર્ડના વિદ્યાર્થીઓ તનાવમુક્ત અને પ્રસન્નતાયુકત પરીક્ષા કઇ રીતે આપી શકે એ બાબતે સ્વામીજીએ સચોટ માર્ગદર્શન આપ્યુ..

નખત્રાણા : આજરોજ સારસ્વતમ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, નિરોણા તેમજ આર્ષ અધ્યયન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ભગવદ્ ગીતા અને વિધાર્થી જીવન વિષય પર પરિસંવાદનુ શાળાના સભાખંડ મધ્યે આયોજન કરવામાં આવેલ હતુ, જેમાં મુખ્ય વક્તા તરીકે આર્ષ અધ્યયન કેન્દ્રના અધ્યક્ષ સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહી ધો.૯ થી ધો.૧૨ ના વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ કરેલ હતો. આ પરિસંવાદની શરૂઆત સવામીશ્રી ના કર કમલોથી દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ હતી. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી એન.ટી.આહીરે સ્વામી શ્રી નુ શાબ્દિક સ્વાગત કરેલ હતુ. આચાર્યશ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર વતી શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાનીએ સ્વામીજી નુ શાલ વડે ઉષ્માભેર સ્વાગત સન્માન કરેલ હતુ તેમજ અન્ય શિક્ષકો રમેશભાઈ ડાભી, કિશનભાઇ પટેલ તેમજ તખતસિંહ દ્વારા તેમને પુસ્તક આપી અભિવાદન કરવામાં આવેલ હતુ. સ્વામીજીએ વિધાર્થી જીવનમાં વિધ્યાભ્યાસરુપી કર્મને જ સ્વ ધર્મ માનવા પર ભાર મૂકેલ હતો. બોર્ડ ના વિદ્યાર્થીઓ કઇ રીતે ભય તેમજ તનાવ મુક્ત અવસ્થામાં પરીક્ષા આપી શકે, યાદ શક્તિ અને આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય તેમજ સદ્ આચાર વિચારને જીવનમાં સ્થાન આપી સ્વ, સમાજ તેમજ રાષ્ટ્રને કઇ રીતે ઉન્નતિના પંથે લઈ જવાય એ બાબતે સચોટ પ્રેરક ઉદ્બોધન કરેલ હતુ. આ પરિસંવાદ બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓ ખરા અર્થમાં તનાવ રહિત લાગણીઓની અનુભૂતિ કરેલ હતી. વિદ્યાર્થીઓની વ્યવસ્થા આશાબેન પટેલે સંભાળેલ હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અલ્પાબેન ગોસ્વામીએ કરેલ હતુ. આભાર વિધિ ભૂમિબેન વોરા દ્વારા કરવામાં આવેલ હતી.

[wptube id="1252022"]
Back to top button