વિજાપુર પિલવાઈ શ્રી એન આર રાવલ આઈ ટી આઈ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ચેમ્પિયન બની
ટીમ વિજેતા ને આચાર્ય સંજય શાહ એ અભિનંદન પાઠવ્યા

વિજાપુર પિલવાઈ શ્રી એન આર રાવલ આઈ ટી આઈ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ચેમ્પિયન બની
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઈ કોલેજમાં ડૉ જે ડી તલાટી વિદ્યા સંકુલ, ખાતે ગુજરાત ની ગ્રાન્ટ ઈન એડ આઈ ટી આઈ વચ્ચે આઈ ટી આઈ પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ રમાયેલ ટુર્નામેન્ટ માં વિવિધ તાલુકા ની આઈટીઆઈ જેમાં ગોઝારીયા વડનગર, સાણંદ, ફલું, વાલમ, લણવા, રૂપપુર તેમજ ધોળકા,સોલા,અને પિલવાઇ એમ કુલ ૧૦ આઈ ટી આઈ ઓ એ ભાગ લીધો હતો. પાંચ દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટ માં પિલવાઇ અને સાણંદ ની ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી.જેમાં પિલવાઇ ની શ્રી એન આર રાવલ આઈ ટી આઈ ની ટીમ ચેમ્પિયન બની હતી. યોજાયેલા સમાપન સમારોહ માં ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મંડળ ના મંત્રી પ્રવીણભાઈ વ્યાસ,તથા મુકેશ સિંહ વિહોલ અને પિલવાઇ કોલેજ ના આચાર્ય ડૉ સંજય શાહ ની ઉપસ્થિતિ માં ચેમ્પિયન ટીમ ને ટ્રોફી એનાયત કરવામાં આવી હત.તેઓએ વિજેતા ટીમ ને અભિનન્દન પાઠવ્યા હતા. આ સમારોહ માં ગોઝારીયા ITI ના આચાર્ય અને ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજક ચિરાગ પટેલ અને સાણંદ ITI ના આચાર્ય ધર્મેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ITI PILVAI ના supervisor હેતલ ત્રિવેદી એ વિજેતા ટીમ ને શુભેચ્છા પાઠવી અભિનદન આપ્યા હતા સમગ્ર ટુર્નામેન્ટ ને સફળ બનાવવા પિલવાઇ ITI ના તમામ ઇન્સ્ટ્રકટર એ ભારે જેહેમત ઉઠાવી હતી





