
વિસનગર આઇટીઆઇ ખાતે સરગવાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રોટરી ક્લબ ઓફ વિસનગર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા વિસનગર તાલુકો અને શહેર હરિયાળું બનાવવા વિસનગર આઇટીઆઇ ખાતે સરગવાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
રોટરી ક્લબ ઓફ વિસનગર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા વિસનગર તાલુકો અને શહેર હરિયાળું બનાવવા વિસનગર આઇટીઆઇ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને રોપા ભરેલા પર્યાવરણ રથને હરી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.તેમજ પર્યાવરણ બાબતે જાગૃતિ આવે એ હેતુથી બાળ દત્તક વૃક્ષ યોજનાની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહેસાણા ડીસીએફ યોગેશ દેસાઈએ જણાવ્યું કે,સરગવો એ પોષણનો પાવર હાઉસ છે.તેમાં ૩૦૦થી વધુ રોગોનો ઉપચાર રહેલો છે.સરગવો એ ચમત્કારિક વૃક્ષ છે.આથી તેનું વધારે વૃક્ષારોપણ થશે તો તે આપણા સ્વાસ્થ્ય માટે પણ અગત્યનું છે સાથે સાથે પર્યાવરણ માટે પણ જરૂરી છે.
આ અવસરે વિસનગર પ્રાંત અધિકારી આનંદ પાટીલે જણાવ્યું કે,આપણા જીવનમાં વૃક્ષોનું અનેરું મહત્વ રહેલું છે.વૃક્ષો પર્યાવરણ સ્વચ્છ બનાવે છે અને આપણને ઓક્સીજન પ્રદાન કરે છે.આ ઉપરાંત વરસાદ લાવવામાં પણ તે ઉપયોગી છે તેમજ ભૂમિનું જળ સ્તર પણ વધારે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ૧ લાખ સરગવાના રોપા તૈયાર કરેલ છે. એ રોપા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા પર્યાવરણ રથમાં ભરીને દરેક ગામડે-ગામડે આપવામાં આવશે
આ પ્રસંગે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી એ.કે.મોઢ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગૌરાંગ વ્યાસ,રોટરી કલબના કર્મીઓ,વિદ્યાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા.





