વિજાપુર નગરપાલિકા નો બાંધકામ વિભાગનો કારકુન રૂપિયા 7000 ની લાંચ લેતા ઝડપાયો

વિજાપુર નગરપાલિકા નો બાંધકામ વિભાગનો કારકુન રૂપિયા 7000 ની લાંચ લેતા ઝડપાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા માં બાંધકામ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી બાંધકામ શાખા માં ફરજ બજાવતો કારકુન બાંધકામ માટે હદ વિસ્તાર વધારવા પરવાનગી માટે રૂપિયા 15000 ની લાંચ ની રકમ માંગતા અરજદાર દ્વારા આ બાબતની ગાંધીનગર એસીબી ને જાણ કરી ને ટ્રેપ ગોઠવી રૂપિયા 7000 લેતા કારકુન ને ઝડપી લીધો હતો પાલીકા માં બાંધકામ માટેની પરવાનગી મેળવવા માટે અરજદાર મોહિબ ખાન પઠાણ સરદારપુર વાળાએ અરજી કરી હતી જેના માટે બાંધકામ માટેની પ્રમાણ પત્ર માટે રૂપિયા 15000 ની માંગણી કરી હતી જેને લઈને ગાંધીનગર એસીબી એ પાલીકા માં પંચો ને સાથે રાખી ટ્રેપ કરતા રૂપિયા 7000 ની રકમ લેતા કારકુન નટુભાઇ ગુર્જર ને એસીબી એ છટકુ ગોઠવી ઝડપી પાડ્યો હતો એસીબીએ પાલીકા માંથી પહેરે કપડે તેમજ મોબાઈલ ફોન સહીત સ્થળ ઉપરથી વધુ તપાસ અર્થે ગાંધીનગર એસીબી કચેરીએ લઈ જતા સમગ્ર મામલો ટોક ઓફ ટાઉન બન્યો હતો





