LAKHANI

લાખણી તાલુકાના મડાલ ગામે પતિના ત્રાસથી પરણિતાએ અજુક્ત પગલું ભર્યું

પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
વાત્સલ્યમ્ દૈનિક સમાચાર

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ઊંટવેલીયા ગામના અનુપજી ગેમરજી કારેચા (ઠાકોર)ની દીકરી નિરમાના લગ્ન લાખણી તાલુકાના મડાલ ગામ ના ઉત્તમજી નવાજી ઠાકોર સાથે અંદાજીત 1 વર્ષ આગાઉ થયેલા હતા.જોકે લગ્ન બાદ દીકરી અવાર નવાર પિતાના ધરે આવતી જતી હતી.અનેક વાર દીકરી પોતાની વાત રજુ કરતી કે મારા પતિ મને ત્રાસ આપે છે ,તું મને નથી ગમતી તેવી વાત કરતા હોવાનું જણાવ્યું હતું.જો કે ઉત્તમજી નવાજી ઠાકોર દ્વારા અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન તું મને ગમતી નથી અને તને મારા ઘરે રહેવા નહિ દઉં,અને તારી જગ્યાએ હું બીજી લાવીશ તેવામાં માનસિક ટોર્ચર ત્રાસ અનુભવતી મરવા માટે મજબુર કરતા ખેતર માં લીમડાના ઝાડ સાથે પોતાની ઓઢણી થી ગળે ફાસો ખાધેલી હાલતમાં મળતા દીકરીના પિતાએ થરાદ પોલીસ મથકે ઉત્તમજી નવાજી ઠાકોર સામે દુષપ્રેરણા સહીત કલમ 498 એ મુજબ નો ગુન્હો નોંધી તપાસ હાથધરી.

[wptube id="1252022"]
Back to top button