



વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
લાખણી તાલુકામાં આવેલું ગેળા શ્રીફળીયા હનુમાનજી ધામ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે ત્યારે
ગામલોકો અને ભાવિકોમાં આનંદની લાગણી છવાઈ
લાખણીના ગેળા ગ્રામ પંચાયત દ્વારા ગેળા ગૌશાળા ,હનુમાન મંદિર તેમજ ગામના જાહેર રસ્તાઓ સીસીટીવી કેમેરા, સ્ટ્રીટ લાઇટ અને સ્પીકર સિસ્ટમથી સુસજ્જ કરાતા ગામલોકો અને ભાવિકોમાં આનંદની લાગણી છવાઈ છે.
લાખણી તાલુકાના ગેળા ગામે ઐતિહાસિક અને ચમત્કારિક શ્રીફળિયા હનુમાનજીનું ધામ આવેલ છે. જેથી અહીં દરરોજ ભાવિક ભાઈ બહેનો દાદાના દર્શને આવે છે. તેમાં પણ શનિવારે તો મેળા જેવો માહોલ જામે છે. જેથી ભીડને લઈ ચિલઝડપ ,ખિસ્સા કપાવા અને વાહન ચોરી જેવા બનાવો બનવા લાગ્યા હતા.જેથી હનુમાનજી મંદિર સહિત ગામમાં સીસીટીવી કેમેરા લગાવવાની લાગણી ગામલોકો સાથે ભાવિકોમાં પણ ઉઠી હતી.ત્યારે ગત વર્ષે યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ હરજીભાઈ રાજપુતે (એચ. પી. રાજપૂત) સીસીટીવી કેમેરા લગાવવાનો વાયદો કર્યો હતો.જે વાયદામાં ખરા ઉતરતા ગ્રામ પંચાયત દ્વારા હનુમાનજી મંદિર,ગૌશાળા અને ગામના જાહેર રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા સાથે સ્ટ્રીટ લાઈટ અને સ્પીકર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ સાથે ગામમાં સુખાકારી વધતા ગામલોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.જેના કારણે સરપંચની કામગીરી પણ દીપી ઉઠી છે.


