DANG

વાંસદાની પ્રતાપ હાઈસ્કૂલ સામે વિધાર્થીનીઓને જોઈ ચેનચાળા કરતા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લાનાં વાંસદાના મેઈન રોડ પર આવેલ પ્રતાપ હાઇસ્કૂલમા ભણતી છોકરીઓ સહિત બજાર માં આવતી જતી છોકરીઓ સામે બિભત્સ ચેનચાળા કરી આંટાફેરા મારી રોમિયોગીરી કરતા લબરમુછીઓ અંગે વાંસદા પોલીસને જાણ થઈ હતી વાંસદા પોલીસ તાત્કાલિક વોચ ગોઠવી ચેનચાળા કરતા ત્રણ ઇસમોને રંગેહાથ ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે.

ઝડપાયેલા ત્રણેય ઇસમોની વાંસદા પોલીસની ટીમના ના અ.હે.કો.સંજ્ય ભાઈ તથા એ એસ.આઈ. દિલીપભાઈ પટેલ એ પૂછપરછ  કરતા તેઓ અજય ગોસ્વામી (ઉ.વ.૨૦), શનિગીરી ગોસ્વામી (ઉ.વ. ૧૯ ) અને ક્રિષ્નાગીરી ગોસ્વામી (ઉ.વ.૧૮ વર્ષ ૫ માસ, તમામ રહે. મોગરાવાડી હોવાનું જણાવ્યું હતું. તેઓની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા ત્રણેય ઈસમો સામે વાંસદા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ વાંસદા પોલીસ મથકના  એએસઆઇ દિલીપભાઈ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button