વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેશોદ તાલુકામાટે તા.૨૧/૦૨/૨૦૨૪ ના સવારે ૧૧ કલાકે કેશોદ તાલુકા સેવા સદન, માંગરોળ રોડ, કેશોદ ખાતે તથા ગ્રામ્ય કક્ષાનો ફરિયાદ ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંબંધિત કચેરી ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં અરજી રજુ કરવા તાલુકા મથકે લોકોને આવવુ ન પડે તે માટે જે તે ગામના તલાટીને દર મહિનાની તારીખ ૧ થી ૧૦ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજૂ કરી શકશે.
તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારોએ મામલતદાર કચેરી, કેશોદ અને ગ્રામ્ય પંચાયત કચેરીને દર મહિનાની તા. ૧૦ સુધીમાં સીધા પણ રજૂ કરી શકશે.
[wptube id="1252022"]