દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૨.૦ યોજાશે
દિવ્યાંગ વ્યક્તિઓમાં ખેલ મહાકુંભ પ્રત્યેની અભિરુચિને પ્રદર્શિત કરવા માટે ઉમદા અવસર મળે એ માટે પાંચ કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્રારા સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૨.૦ નું આયોજન હાથ ધારેલ છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૨.૦ મા વિવિધ કેટેગરીના ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ છે. સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૨.૦ ગુજરાતમાં દિવ્યાંગ (HI) વ્યક્તિઓ સામેલ કરીને તેનામાં રહેલી ખેલ મહાકુંભ પ્રત્યેની અભિરુચિને પ્રદર્શિત કરવા માટે ઉમદા અવસર પૂરો પાડ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રિય અંધજન મંડળ દ્રારા જિલ્લા કક્ષાનાં શ્રવણમંદ (HI) બાળકો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨.૦ રમોત્સવ આયોજન થનાર છે.
દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભમા પાંચ કેટેગરી મુજબ માનસિક ક્ષતિગ્રસ્ત(MR), શારિરીક ક્ષતિગ્રસ્ત(OH), અંધજન (blind), શ્રવણ મંદ ક્ષતિ વાળા( Deaf), સેરેબ્રલ પાલ્સી (CP) ધરાવતા અને ૪૫ વર્ષ સુધીના શ્રવણમંદ વ્યક્તિઓ ( ભાઈઓ/બેહનો) ઑનલાઇન રેજિસ્ટ્રેશન કરેલ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.
આ સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૨.૦ અંધજન અને શ્રવણમંદ ખેલાડીઓની સ્પર્ધા સરદાર પટેલ સ્પોર્ટ્સ ઓથોરીટી કોમ્પલેક્સ, ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે તા. ૧૮/૦૨/૨૦૨૪ થી તા. ૨૦/૦૨/૨૦૨૪ અને શારીરિક અને માનસિક ક્ષતિગ્રસ્ત ખેલાડીઓની સ્પર્ધા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, મુ. ડુંગરપુર ખાતે તા. ૨૮/૦૨/૨૦૨૪ થી તા. ૨૯/૦૨/૨૦૨૪ દરિમયાન આયોજન થનાર છે. વધુ માહિતી માટે મો. ૭૮૫૯૯૪૬૯૮૪, ૯૮૯૮૪ ૫૬૮૦૭ અને ફોન નંબર ૦૨૮૫ – ૨૬૮૧૬૧૨ પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવાયું છે.