BANASKANTHAGUJARATPALANPUR
શ્રી વી.એચ.રાવલ ઉ.મા.ઉનાવા ખાતે શાળા રમતોત્સવ પૂર્ણ થતાં વિધાર્થીઓને પ્રોત્સાહિત કરાયા.

3 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી નાગરિક મંડળ સંચાલિત શ્રી મીરાદાતાર સર્વોદય અને શ્રી વી.એચ.રાવલ ઉ.માં.શાળા ઉનાવા ખાતે શ્રી ધારાબેન જે.પટેલ અને શ્રી શાંતિભાઈ પણદા દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર શિક્ષકભાઈ બહેનોના માર્ગદર્શન હેઠળ તમામ વ્યક્તિગત અને સાંધીક રમતોમાં રમતવીરોને ભાગ લેવડાવી ઉત્સાહિત કર્યા હતા. શાળાના સહમંત્રી માધુભાઈ પટેલ દ્વારા રમતોના લોટ્સ પાડી વિજેતા ટીમમાંથી તાલુકા કક્ષા માટે પસંદગી કરવામાં આવી હતી.શાળાના મંત્રીશ્રી પ્રતાપભાઈ ચૌધરી અને આચાર્યશ્રી એમ.કે.ચૌધરી દ્વારા વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.આમ શાળાપરિવારે ટીમવર્કથી આયોજન કર્યું હતું.
[wptube id="1252022"]