JHAGADIYA

રાજપારડી ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને જડપી પાડતી રાજપારડી પોલીસ

રાજપારડી ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને જડપી પાડતી રાજપારડી પોલીસ.

અન્ય એક વોન્ટેડ.

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.બી.મીરના માર્ગદર્શન હેઠળ રાજપારડી પોલીસ સ્ટેશન નો સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે રાજપારડી ટાઉનમાં વેરાઇ વસાહત ખાતે પ્રકાશ પ્રેમચંદભાઇ વસાવાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાળી રાખેલ છે જેની બાતમી મળતા બાતમીના આધારે રેઇડ કરતા ઘરમાં તપાસ કરતાં મોટા મીણીયા થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૧૯૨, કુલ રૂ.૨૮,૮૦૦/-મુદ્દામાલ સહીત શીવાભાઇ ભાઇલાલભાઇ વસાવા રહે વેરાઇ વસાહત રાજપારડી તા.ઝઘડીયા ને જડપી પાડી તેમજ અન્ય એક ઇસમ પ્રકાશ પ્રેમચંદભાઇ વસાવા રહે વેરાઇ વસાહત રાજપારડી તા.ઝઘડીયા ને વોન્ટેડ જાહેર કરી રાજપારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

[wptube id="1252022"]
Back to top button