
પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.લીના પાર્ટીલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.ચૌધરી સાહેબ જંબુસર વિભાગ જંબુસરનાઓએ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિ ચલવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગેની સુચના આધારે કાવી ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હાજર હતા તે દરમ્યાન કાવી PHC પાસે પહોંચતા સાથેના આપો.કો. વિરભદ્રસિંહનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, “વી ગામે કમલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ તળાવ કિનારે જાંબુડાના ઝાડ નીચે ખુલ્લી જાહેર જગ્યામાં યાસીન ઉર્ફે ખાચર ગાંડાવાલા કેટલાક ઇસમોને ભેગા કરી પૈસા થી લગાઇ લગાડી પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી લગાઇ લગાડી પત્તા રમાડે છે જે ચોકકસ બાતમી હકિકત આધારે નજીકમાથી બે પંચોના માણસો બોલાવી પંચોને બાતમી હકિકત થી વાકેફ કરી પંચો સાથે બાતમીવાળી જગ્યાએ જુગાર અંગેની રેડ કરતા ચાર ઇસમોને જુગારની રમત સાથે ઝડપી પાડી રોકડા રૂપીયા ૧૪,૩૦૦/- તથા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપીયા ૧૪,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. પ્રા પકડાયેલ આરોપીઓના નામ :- (૧) જાવીદ અબ્બાસ અસાલી ઉ.વ.૩૦ રહેકાવી, ચોથાવાડ તા.જંબુસર જી.ભરૂચ (૨) ફારૂક હાીમ લીલી ઉં,વ ૩૧ રહે.કાવી, મોટા ચકલા તા.જંબુસર જી.ભરૂચ (૩) સીરાજ મહમદ પઠાણ ઉ.વ.૪૦ રહે,કાવી, નવીનગરી, રેલ્વે સ્ટેશન પાસે તા.જંબુસર જી.ભરૂચ (૪) યાસીન ઉર્ફે ખાંચર અહેમદ ગાડાવાલા ઉ.વ.૩૧ રહે.કાવી, કાબાવાડી તા.જંબુસર જી.ભરૂચ વોન્ટેડ આરોપી :- (૧) યાસીન ઐયુબ ચાદરાત રહે.કાવી તા.જંબુસર જી.ભરૂચ કબ્જે કરેલ મુદ્દામાલ:- (૧) અંગ ઝડતીના રોકડા રૂપીયા ૮૫૦૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપીયા ૫૮૦૦/- મળી કુલ રોકડા રૂ. ૧૪,૩૦૦/- (૨) પતા પાના નંગ-પર કિ.રૂ. ૦૦૪. (૩) પ્લાસ્ટીકનું પાથરણુ નંગ-૦૧ કિ.રૂ. ૦૦૪ મળી કુલ કિ.રૂ. ૧૪,૩૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. કામગીરી કરનાર ટીમ- ઉપરોક્ત કામગીરી પો.સ.ઇ વી.એ.આહિર અહે.કો. વિનયભાઇ રામસીંગભાઇ તથા અ પો.કો વિરભદ્રસિંહ જયવંતસિંહ તથા અ.પો.કો. જયદીપસિંહ ઉદેસંગભાઇ તથા અ.પો.કો. જયેશભાઇ બાબુભાઇ તથા આ પો,કો, પરેશભાઇ વિરસિંગભાઇ તથા આ પો.કો. ભાણજીભાઇ દેવરાજભાઇ કાવી પો.સ્ટે સ્ટાફના માણસો મારફતે કરવામાં આવેલ છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 





