JAMBUSAR

જંબુસર ડીવીઝન ના વેડચ, જંબુસર તથા આમોદ પોલીસ મથકે ઝડપાયેલ વિદેશી દારૂ ના રૂપીયા ૧૩૩૪૧૫૦/- ના જથ્થા નો આમોદ રેવા સુગર ખાતે નાશ કરાયો.

જંબુસર  ડીવીઝન ના વેડચ,જંબુસર તથા આમોદ પોલીસ મથકે ઝડપાયેલ વિદેશી દારૂ ના રૂપીયા ૧૩૩૪૧૫૦/- ના જથ્થા નો વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ તથા નશાબંધી વિભાગ ના ઈન્સ્પેક્ટર એમ.ડી.પટેલ ની ઉપસ્થિતિ મા આમોદ રેવા સુગર કમ્પાઉન્ડ મા નાશ કરાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

જંબુસર ડીવીઝન ના જંબુસર, વેડચ, તથા આમોદ પોલીસ મથક ખાતે જુદાજુદા ૪૮ ગુના મા કબજે કરેલ પરપ્રાંતિય વિદેશી નાની મોટી ૯૫૭૭ બોટલ દારૂ નો જથ્થો કિંમત રૂપીયા ૧૩૩૪૧૫૦/- નો નાશ કરવા નો હોય આ સંદર્ભે વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ તથા નશાબંધી વિભાગ ના ઈન્સ્પેક્ટર એમ.ડી પટેલ ની ઉપસ્થિતિ મા આમોદ રેવા સુગર કમ્પાઉન્ડ મા કામગીરી હાથ ધરવામા આવી હતી.જંબુસર, વેડચ તથા આમોદ પોલીસ મથક ધ્વારા કબજે કરાયેલ વિદેશી દારૂ નો જથ્થો જંબુસર ના પ્રો.નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. મોદી,પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. પાણમીયા,આમોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ ધ્વારા રેવા સુગર ખાતે લાવી તેને જમીન ઉપર પાથરી ને ઉપસ્થિત ઉપરોક્ત અધિકારીઓ ના નિર્દેશન હેઠળ રોલર ફેરવી ને નાશ કરવામા આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button