જંબુસર નગરપાલિકા ખાતે પ્રમુખ ઉપપ્રમુખે ચાર્જ સાંભળ્યો..
જંબુસર નગરપાલિકામાં પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતી હોય ગત્રોજ નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી.. જેમાં પ્રમુખ તરીકે અમિષાબેન વિરેનભાઈ શાહ, તથા ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ બી ખારવાની જીત થઈ હતી. નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ આજરોજ નગરપાલિકા ખાતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. જેમાં વિધવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રવેશ કરી પૂજા કરી પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ પાસેથી નીતિ નિયમ મુજબ હસ્તાક્ષર સાથે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે જંબુસર શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, કૃપાબેન દોશી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિત નગરપાલિકા સદસ્યો, અગ્રણીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 
[wptube id="1252022"]





