
૧ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
રાજકોટ ના ભાયાવદર ગામના સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓએ દ્વારા પંજાબ ખાતે આવેલી અટારી બોર્ડર જેમને આપણે વાઘા બોર્ડર તરીકે ઓળખીએ છીએ ત્યાં અઠંગો રાસ રમીને ગામનું નામ રોશન કર્યું હતું. રાજ્યના કલા મહાકુંભમાં સારા દેખાવ બદલ ભાયાવદર સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓને વાઘા બોર્ડર ખાતે ઇન્ટર સ્ટેટ યુથ એક્સચેન્જ પોગ્રામ અંતર્ગત લીડર રમેશ ગરૈયાના વડપણ હેઠળ મોકલવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ એ રાસ-ગરબા, લોકનૃત્ય, અઠંગો રાસ રમીને મનમોહક નજારો ખડો કરી દીધો હતો અને ઉપસ્થિતો રીતસર રાસગરબાની પેશકશ માન્ની ઝુમી ઉઠ્યા હતા. પંજાબ સરકારે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી
[wptube id="1252022"]