
તૂર્કી, સીરીયા બાદ હવે ઈન્ડોનેશિયાની ધરતી કંપી ઉઠી છે.ઇન્ડોનેશિયાના ટાપુઓ પર ગુરૃવારે 5.1ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. આ આવેલા ૫.૧ તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા છે તથા અનેક ઇમારતો અને ઘરોને નુકસાન થયું છે.
ભૂકંપને કારણે એફ ફલોટિંગ રેસ્ટોરન્ટ સમુદ્રમાં પડી જતાં તેમાં હાજર ચાર લોકોનાં મોત થયા છે.યુએસ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર ૫.૧ તીવ્રતાનો ભૂકંપ બપોરે ૧.૨૮ વાગ્યે જયાપુરા શહેરના દક્ષિણ-પશ્ચિમમાં ૨૨ કિલોમીટર જમીનને નીચે આવ્યો હતો.
પાપુઆના પાટનગર જયાપુરાના રહેવાસી ટી આસીહે જણાવ્યું છે કે લોકો ડરી ગયા હતાં. હું કારમાં હતી અને મને લાગ્યું કે કારના વ્હીલ ઉપર થઇ ગયા છે.અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે ફલોટિંગ રેસ્ટોરેન્ટ સમુદ્રમાં પડી જતાં તેમાં હાજર ચાર લોકોનાં મોત થયા છે.

[wptube id="1252022"]









