પાલનપુર તાલુકાના ભૂતેડી સીઆરસી ની સાંગલા પ્રા.શાળા માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું


17 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના ભૂતેડી સીઆરસી ની સાંગલા પ્રા.શાળા માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.કલ્સ્ટર ની તમામ શાળાઓ એ ઉત્સાહભેર આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં ભાગ લીધો હતો.. તમામ શાળાઓ એ વિભાગ પ્રમાણે શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરી હતી.. તેમાંથી શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરીને ઈનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.. ભાગ લેનાર તમામ માર્ગદર્શક શિક્ષકો તેમજ બાળકો ને પણ પ્રમાણપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.. મુખ્ય મહેમાન તરીકે ભૂતેડી કમલ વિદ્યાલય ના આચાર્યશ્રી માવજીભાઈ પટેલ મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા.. તેમને પણ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા., ભૂતેડી પે સેન્ટર ના આચાર્યશ્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી શાળાઓ અને તેમની કૃતિઓને બિરદાવી હતી.પેટા શાળાઓના આચાર્યશ્રી ઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.નિર્ણાયક તરીકે ભૂતેડી કમલ વિદ્યાલય ના ગણિત વિજ્ઞાન ના શિક્ષક શ્રી ફ્લજીભાઈ ચૌધરી મુખ્ય નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહીને નિર્ણાયક તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી હતી .આ ઉપરાંત પ્રેરણા ખાનગી શાળા ના ગણિત વિજ્ઞાન ના શિક્ષક મિત્રો એ પણ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સીઆરસી કો ઓર્ડીનેટર નરેશભાઈ ડી.શ્રીમાળી એ તમામ મહેમાનો ને આવકાર્યા હતા.અને શાળાઓની કૃતિઓને બિરદાવી હતી..યજમાન શાળા ના આચાર્ય શ્રી જયસિંહ રાજપૂત અને તેમની ટીમે કાર્યક્રમ ને સફળ બનાવવા ઉત્સાહથી જેહમત ઉઠાવી હતી..પાલનપુરના તબીબ ડો. મિલન સોમપુરા સાહેબે આ પ્રસંગે તીથીભોજન આપ્યું હતું.







