
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માલિક રતન ટાટાએ વધુ એક ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માન્યા છે. ભારત-ઓસ્ટ્રેલિયા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના તેમના પ્રયત્નો બદલ રતન ટાટાને ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બૈરી ઓફારેલે ટ્વિટર પર આ સમારંભની તસ્વીર શેર કરી અને લખ્યું કે ભારતની સાથે ઓસ્ટ્રેલિયામાં પણ રતન ટાટાનું યોગદાન રહ્યું છે. તે એક દિગ્ગજ બિઝનેસમેન છે.
ભારતના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા બાયલેટ્રલ રિલેશનશીપ, ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ અને પરોપકારી કાર્યો બદલ ઓસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં એક માનદ અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. તેના એક મહિના પછી ઓસ્ટ્રેલિયાની સરકારે તેમને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી બિરદાવ્યા છે.

[wptube id="1252022"]









