KUTCHMUNDRA

મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ આયોજિત બોક્સ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટા કપાયાની કિંગ કોબરા ટીમ વિજેતા.

તાલુકા પંચાયત કચેરી, અદાણી ફાઉન્ડેશન, ઉત્થાન સહાયકો સહિત 20 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા.૧૭ : તાજેતરમાં મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા બોક્સ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, અદાણી ફાઉન્ડેશન, ઉત્થાન સહાયકો સહિત 20 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની શરૂઆત મુંદરા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજાના જન્મ દિવસે તેમના વરદ હસ્તે કરવામાં આવી હતી. જેમાં ફાઇનલ મેચમાં મોટા કપાયાની કિંગ કોબરા ટીમે સાડાઉ ગ્રુપની ટીમને હરાવીને વિજેતા થઈ હતી. વિજેતા ટીમના કેપ્ટન સુલેમાન લંગા, ઉપવિજેતા ટીમના કેપ્ટન અલ્પેશ પટેલ, બેસ્ટ બોલર જતીન પીઠડીયા, બેસ્ટ બેટ્સમેન નિકુંજ પટેલ, મેન ઓફ ધ સિરીઝ હરવિજયસિંહ ઝાલાને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, મામલતદાર જાવેદભાઈ સિંધી, તાલુકા વિકાસ અધિકારી ગૌરવકુમાર પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ રૂઘાણી, બી.આર.સી. કો-ઓર્ડીનેટર સમીરભાઈ ચંદારાણા તેમજ કચ્છ પ્રાથમિક શિક્ષક સમાજના લોકલાડીલા પ્રમુખ નયનસિંહ જાડેજા, ભુજ તાલુકાના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા અને અંજાર તાલુકાના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ટુર્નામેન્ટને સફળ બનાવવા મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલા, મહામંત્રી સહદેવસિંહ જાડેજા, કોસાધ્યક્ષ સુલેમાન લંગા, સહમંત્રી નિલેશ પરમાર, ખજાનચી જતીન ઘેડીયા તેમજ તાલુકાના તમામ હોદ્દેદારો અને યુવા પ્રતિનિધિઓ સાથે તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. કોમેન્ટરી અર્જુનભાઈ મહેશ્વરી તથા સેવંતીલાલ પરમારએ કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button