HEALTHINTERNATIONAL

છેલ્લા ૩૦ વર્ષમાં હાઇ બીપીના દર્દીઓ બમણા થયા છે – વિશ્વ આરોગ્ય સંસ્થા

વોશિંગ્ટન,૧૭ મે,૨૦૨૪,શુક્રવાર

ભાગદોડભરી જીંદગી, અનિયમિત જીવનશૈલી અને વધતા જતા તણાવના લીધે લોહીના ઉંચા દબાણ (હાઇ બ્લડ પ્રેશર)ની તકલીર વધતી જાય છે. વિશ્વમાં થતા કુલ મુત્યુનું સૌથી મોટું કારણ હાઇ બીપી અને તેને સંબંધિત થતી બીમારીઓ છે. ધમનીની દિવાલો પર સામાન્ય કરતા લોહીનું દબાણ વધારે હોય ત્યારે આ સમસ્યા થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર ૧૯૯૦માં હાઇ બીપી ધરાવતા લોકોની સંખ્યા ૬૫ કરોડ હતી જે હવે વધીને ૧.૩૦ અબજ થઇ છે. સૌથી નવાઇની વાત તો એ છે કે ૫૦ ટકાને તો હાઇબીપી હોવાની જાણ જ નથી. હાઇ બીપીથી કોઇ તકલીફ થાય ત્યારે જ ખ્યાલ આવે છે.નિયમિત  તપાસ કરાવતા રહેવાથી હાઇ બીપીનું કારણ જાણી શકાય છે અને સારવાર થઇ શકે છે. ૨૦૦૬થી ૧૭ માર્ચ વિશ્વ હાઇબીપી દિવસ તરીકે ઉજવાય છે. ઉંચા અને નીચા લોહીના સિસ્ટોલિક અને ડાયાસિસ્ટોલિકના માપવામાં જોવામાં આવે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button