INTERNATIONAL

મારબર્ગ વાયરસ ત્રાટકતા ૯ ના મોત, કોરોના થી ૧૦ ગણો આ વાયરસ શકિતશાળી છે

મધ્ય આફ્રિકાના ઇકવેટોરિયલ ગિની દેશમાં મારબર્ગ નામના ખતરનાક વાયરસથી ૯ લોકોના મોત થયા છે. મારબર્ગ વાયરસથી થતા સંક્રમણ અને મુત્યુથી વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ચિંતિત બની છે. મારબર્ગ એટલો ખતરનાક વાયરસ છે કે એનું સંક્રમણ થાય પછી ૮૮ ટકા દર્દીઓ જીવ ગુમાવે છે. કોરોના કરતા ૧૦૦ ગણો વધારે શકિતશાળી વાયરસ છે. ઇકવેટોરિયલ ગિનીના આરોગ્યમંત્રીના જણાવ્યા અનુસાર દર્દીઓના મુત્યુની ઘટના બન્યા પછી એક પ્રાંતને કવોરન્ટાઇન કરવામાં આવ્યો છે.

ગત સપ્તાહ સરકારે દેશના મધ્ય પશ્ચિમી કાંઠે ગેબોન અને કેમરુનની સીમા પાસે ગાંઢ જંગલોવાળા પૂર્વી વિસ્તારમાં રકતસ્ત્રાવી તાવના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં ૩ લોકોમાં આ વાયરસના હળવા લક્ષણો દેખાયા હતા.

જો કે વાયરસના સંક્રમણથી એક સાથે ૯ ના મુત્યુ થવાથી સરકાર સફાળી જાગી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના માગદર્શન હેઠળ લોકડાઉન લાગુ કરવાના નિર્ણયને પણ આખરી ઓપ અપાયો છે. આ સાથે જ એનટેમ પ્રાંત અને મોંમોમોના પાડોશી જિલ્લામાં સ્વાસ્થ્ય સંબંધી ચેતવણી પણ આપવામાં આવી છે. ૧૬ અન્ય લોકોમાં પણ લોહીની ઉલટી અને તાવ આવવાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા.

નિષ્ણાતોનું માનવું છે કે ખતરનાક મારબર્ગ વાયરસથી હેમરેજ ફીવર થાય છે. અતિશય માથુ દૂખે છે અને બેચેની રહે છે.  આ ફીવરમાં ૮૮ થી ૯૦ ટકા દર્દીઓના મોત થાય છે. આથી વાયરસનું સંક્રમણ થયા પછી બચવાની શકયતા ઓછી રહે છે. શરીર મારબર્ગ વાયરસના સંક્રમણનો શિકાર ના બને તે જ સાચો ઉપાય છે. મારબર્ગએ ઇબોલા વાયરસની ફેમિલીનો જ એક ઘાતક વાયરસ છે.

કોરોના વાયરસની માફક જ મારબર્ગનું સંક્રમણ એક માણસથી બીજા માણસમાં ફેલાય છે. એક બીજાને સ્પર્શ કરવાથી પણ વાયરસનો ચેપ ફેલાય છે. ઇકવેટોરિયલ ગિનીમાં મારબર્ગ વાયરસ પ્રકોપના પ્રતિકાર માટે સંશોધન અને રુપરેખા તૈયાર કરવા માટે એક તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. મારબર્ગ વાયરસનો પ્રકોપ અગાઉ પણ દુનિયા કરી ચૂકી છે. ૧૯૬૭માં મારબર્ગ વાયરસે કાળો કેર વરતાવ્યો હતો.  આ વાયરસની સરખામણીમાં કોરોના વાયરસ સાવ સામાન્ય છે. સંક્રમિતોમાં મૃત્યુદર વધારે રહે છે આથી જ તો મારબર્ગનું સંક્રમણ અટકાવવું જરુરી બન્યું છે.

[wptube id="1252022"]
Back to top button