
યુએસ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, સોમવારની વહેલી સવારે ઉત્તર-પશ્ચિમ પાપુઆ ન્યુ ગિનીમાં 7.0-તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ(Earthquake ) આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ દરિયાકાંઠાના શહેર વેવાકથી 97 કિલોમીટર (60 માઈલ) દૂર 62 કિલોમીટરની ઊંડાઈએ હતું. અને સ્થાનિક સમય મુજબ સવારે 4:00 વાગ્યા બાદ આ ભૂકંપ આવ્યો હતો.
યુએસજીએસએ કહ્યું કે ભૂકંપ ક્ષેત્રમાં નરમ જમીન ઢીલી પડવાથી ક્ષેત્રમાં સમુદાયોને નુકસાન થવાની શક્યતા છે. જોકે આ ક્ષેત્ર ખૂબ જ ઓછી વસતી ધરાવે છે. સિસ્મોલોજી એજન્સીએ કહ્યું ક આ પ્રકારની ઢીલાશ જેને દ્રવીકરણ માનવામાં આવે છે જમીન ધસવા અને લપસી જાય તેવી થઈ જવાનું કારણ બની શકે છે અને તેમના પરિણામ સ્વરૂપે મોટાપાયે નુકસાન થવાની શક્યતા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર સોમવારે સવારે જ તિબેટના શિજાંગમાં પણ ભૂકંપ આવતા લોકો ફફડી ઊઠ્યા હતા. અહીં તીવ્રતા 4.2 નોંધાઈ હતી.










