BANASKANTHAPALANPUR

ધી દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીની સભાસદ વિમા યોજના અંતર્ગત પાંચ લાખનો ચેક પરીવાર ને અર્પણ

8 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સ્વ.મુકેશકુમાર દલજીભાઈ ચૌધરી કે જેઓ દાંતીવાડા તાલુકાની નાની ભાખર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા તારીખ 24 જૂન 2023 ના રોજ તેમનું દુઃખદ અવસાન થયું હતું તે ખોટ પુરાય એવી નથી તેઓ શિક્ષક પરિવાર ની સાથે સાથે ધી દાંતીવાડા તાલુકાની પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીમાં સભાસદ હતા. મંડળી દ્વારા વિવિધ યોજનાઓ સભાસદો માટે ચાલે છે .તે પૈકીની *સભાસદ વીમા યોજના* માં સ્વ.મુકેશભાઈ જોડાયેલ હતા..તે અંતર્ગત સ્વ મુકેશભાઈના નિવાસસ્થાન જગાણા મુકામે આજરોજ મંડળીના ચેરમેન શ્રી ભરત વ્યાસ સહિત ના હોદ્દેદારો દ્વારા દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં રૂપિયા 500000 (પાંચ લાખ) નો ચેક તેમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો..આ અગાઉ પણ સભાસદ વિમા યોજના અંતર્ગત મૃત્યુ પામેલા સભાસદ મિત્રોના પરિવારને વિમાની રકમના ચેક અર્પણ કરેલ છે.આ ઉપરાંત અકસ્માત વીમા યોજના અંતર્ગત મંડળીના દરેક સભાસદને 13 લાખના અકસ્માત વીમાની સુરક્ષા પુરી પાડવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button