Sexual Harassment : સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી 142 સગીરાઓએ પ્રિન્સિપાલ પર છ વર્ષ સુધી યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો

હરિયાણાના જીંદમાં એક સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી 142 સગીરાઓએ પ્રિન્સિપાલ પર છ વર્ષ સુધી યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જીંદ જિલ્લાના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ ઈમરાન રઝાએ જણાવ્યું હતું કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)ની આગેવાની હેઠળની તપાસ સમિતિએ કુલ 390 છોકરીઓના નિવેદનો નોંધ્યા છે અને અમે 142 કેસમાં ફરિયાદ નોંધી છે. આ કેસમાં આરોપી પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
માડિયા રિપોર્ટ અનુસાર, સગીરાઓએ જાતીય સતામણીના મામલામાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે. આ 142 સગીરાઓમાંથી મોટાભાગની છોકરીઓએ પ્રિન્સિપાલ પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો, જ્યારે બાકીની છોકરીઓએ કહ્યું હતું કે તેઓ ભયાનક કૃત્યોની સાક્ષી છે.
ઉલ્લેખનીય છે કે, 31 ઓગસ્ટના રોજ ઉછાનાની સરકારી શાળામાં અભ્યાસ કરતી કેટલીક છોકરીઓએ કથિત આરોપોને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્ય મહિલા આયોગ અને અન્યને પત્ર લખ્યા હતા. જેમાં વિદ્યાર્થિનીઓએ ખુલાસો કર્યો હતો કે તેમની શાળાના પ્રિન્સિપાલ કરતાર સિંહ તેમને પ્રિન્સિપાલ રૂમમાં બોલાવીને ગંદા કામો કરતા હતા. તેમની છેડતી કરે છે. પ્રિન્સિપાલે તેમની ઓફિસમાં કાળા કાચનો દરવાજો લગાવ્યો છે. આમાં અંદરથી બહાર બધું દેખાય છે પણ બહારથી કશું દેખાતું નથી.
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, તે વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલના રૂમમાં બોલાવીને અશ્લીલ વાતો કરતો હતો અને કોઈને આવતું જોતો તો વાતને પલટો કરતો હતો. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે જો પ્રિન્સિપાલને કોઈ વિદ્યાર્થિની ગમતી તો તે કોઈને કોઈ બહાને તેને પોતાની ઓફિસમાં બોલાવી લેતો અને પોતાની ખુરશી પાસે ઊભી રાખતો. તેમની સાથે ગંદી વાતો કરતો, ખોટા ઈરાદાથી તેમને સ્પર્શ કરે છે અને તેમને પાસ કરાવવાની લાલચ આપતો હતો.
આ ફરિયાદ બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. વહીવટીતંત્રે જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરી હતી. જ્યારે DEOએ વિદ્યાર્થિનીઓ સાથે વાત કરી તો તેઓ પ્રિન્સિપાલના કૃત્યનું વર્ણન કરતાં પોતાના આંસુ પણ રોકી શક્યા નહીં. જિલ્લા કક્ષાની તપાસ સમિતિના અહેવાલ બાદ શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષણ અધિકારીઓ હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની તરફેણમાં છે. અગાઉ આ મામલે માત્ર 60 વિદ્યાર્થીનીઓ જ આગળ આવી હતી. પરંતુ હવે આ આંકડો વધીને 142 થઈ ગયો છે.










