INTERNATIONAL

Israel Hamas War : ઈઝરાયેલમાં મૃતદેહો શોધવા ડ્રોન નહીં પરંતુ ગરૂડનો થઈ રહ્યો છે ઉપયોગ

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહિત હજારો લોકોના મોત થયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે આ વખતે તે તેના દુશ્મનને સંપૂર્ણ રીતે ખતમ કર્યા પહેલા યુદ્ધવિરામ નહીં આપે. આ કારણે ઇઝરાયલે આ યુદ્ધમાં પોતાની પાસે રહેલા દરેક શક્તિશાળી હથિયારનો ઉપયોગ કર્યો છે. જો કે, એક વસ્તુ એવી છે કે જેના માટે ઇઝરાયેલ તેની ટેક્નોલોજીનો નહીં પરંતુ જૂની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યું છે.

વાસ્તવમાં, હમાસના હુમલા પછી ઇઝરાયેલના ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા, આ સિવાય હમાસના લડવૈયાઓએ પણ અંદર ઘૂસીને નરસંહાર કર્યો હતો. આમાંથી ઘણા લોકોના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી. જેના માટે ઈઝરાયેલે એક અનોખી પદ્ધતિ શોધી કાઢી છે. આ મૃતદેહોને શોધવા માટે ઈઝરાયેલ હવે ગરૂડની મદદ લઈ રહ્યું છે, જે માંસ દૂરથી જ સુંઘી શકે છે.

ઇઝરાયેલના ઇકોલોજિસ્ટ દ્વારા આ કામ માટે સરકારને મદદ કરવામાં આવી રહી છે. જેમાં સૌથી પહેલા આ માટે ગરુડ પર જીપીએસ લગાવવામાં આવ્યું હતું. જે બાદ તેમનું ટ્રેકિંગ શરૂ થયું. ગરુડ જયારે મૃતદેહોવાળા વિસ્તારમાં પ્રવેશે છે તેની સાથે જ એજન્સીને તેની જાણ થઈ જાય છે. ત્યારબાદ ત્યાંથી મૃતદેહોને લઇ લેવામાં આવે છે. હમાસ લડવૈયાઓએ કરેલા નરસંહારના વિસ્તારમાં જ ભૂખ્યા ગરુડ મૃતદેહો ખાવા માટે પહોંચી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલની સેનાએ આ ગરુડની મદદથી ઘણા મૃતદેહો બહાર કાઢ્યા છે.

હાલમાં, ઇઝરાયેલમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ અને તેમના શરીરના બાકીના ભાગોને શોધવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગરુડની મદદ લેવી પણ આ અભિયાનનો એક ભાગ છે. જો કે, ગાઝાની હાલત ઈઝરાયેલ કરતા પણ ખરાબ છે, જ્યાં ટનબંધ બોમ્બમારો કરવામાં આવ્યો હતો અને હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button