
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી સિટીના એરું ચાર રસ્તા નજીક આવેલ અક્ષર જવેલર્સ નામની દુકાનમાં માત્ર 15 મિનિટમાં લાખો રૂપિયાની ચાંદીના ઘરેણાની ચોરી કરી તસ્કરો ભાગી જતા પોલીસ દોડતી થઈ
નવસારી શહેરના એરું ચાર રસ્તા નજીક આવેલ પોલીસ ચોકીથી માત્ર 150 મીટરના અંતરે આવેલ અક્ષર જવેલર્સ નામની દુકાન પ્રશાંતભાઈ અને સમીરભાઈ પારેખ ભાઈઓ ચલાવે છે તેઓ રાબેતા મુજબ દુકાન બંધ કરી નજીક આવેલ પોતાના ગામ આટ ગામે ગયા હતા. તેઓની દુકાનમાં સિક્યુરિટી માટે દુકાનના શટર પર એલર્ટ સાયરન સિસ્ટમ લગાવેલી હતી.મળસ્કે 4.43 ના અરસામાં તસ્કરો દુકાનનું શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો શટરનું તાળું તોડતાની સાથે માલિક ના મોબાઈલમાં એલર્ડ સાયરન વાગતા દુકાનના માલિકો તાત્કાલિક દુકાને આવી ગયા હતા.ત્યાં જોતા નજર સામેજ તસ્કરો મારુતિ ઇકો કારમાં બેસી ભાગી ગયા હતા. તસ્કરોએ દુકાનના શોકેસમાં મુકેલા 2 કિલો જેટલા ચાંદીના ઘરેણાં ચોરી થયા હોવાનું અક્ષર જવેલર્સના માલિકો પાસેથી જાણવાં મળ્યું હતું.જ્યારે આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ છે. જલાલપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તસ્કરોનું પગેરો શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.



