
અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપનો આ ત્રીજો ઝટકો અનુભવાયો હતો. તે પહેલા રવિવારે બપોરે 2.59 વાગ્યે ભૂકંપનો ભારે આંચકા અનુભવાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી. તેના થોડીવાર બાદ એક અન્ય આંચકો અનુભવાયો હતો. આ વખતે તીવ્રતા રિક્ટર સ્કેલ પર પહેલા કરતા વધારે 5.3 રહી.
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, તેનું કેન્દ્ર કેમ્પબેલ ખાડીથી 220 કિલોમીટર ઉત્તરમાં જમીનની સપાટીથી લગભગ 32 કિલોમીટરના ઉંડાણમાં હતું. આ ભૂકંપથી જાન-માલનું કોઈ પ્રકારના નુકસાનના સમાચાર નથી.ભૂકંપથી અહીં કોઈ પ્રકારના જાન-માલના નુકસાનની હાલ ખબર નથી. જો કે આ સતત આવી રહેલા આંચકાથી લોકોમાં ભયનો માહોલ છે.

[wptube id="1252022"]





