GUJARATMORBITANKARA

TANKARA:ટંકારામાં icds ઘટક સંઘ દ્વારા ટંકારાના કુલ ૯ આંગણવાડી કેન્દ્રનો સંયુક્ત રીતે પોષણ માસનો ઘટક કક્ષાએ કાર્યક્રમ યોજાયેલ.

હર્ષદરાય કંસારા ટંકારા : ટંકારામાં icds ઘટક સંઘ દ્વારા ટંકારાના કુલ ૯ આંગણવાડી કેન્દ્રનો સંયુક્ત રીતે પોષણ માસનો ઘટક કક્ષાએ કાર્યક્રમ યોજાયેલ.


ભારત સરકારના પરિપત્ર મુજબ દર વર્ષે સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કરાયેલ છે ટંકારા બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા તારીખ 1 થી 30 સપ્ટેમ્બર સુધી ટંકારા ની દરેક આંગણવાડી ઉપર નિયત થીમ મુજબ ઉજવણી કરવામાં આવી રહેલ છે .
પોષણ માસના ભાગરૂપે ટંકારા 3 આરોગ્ય કેન્દ્ર પર પોષણને લગતો માર્ગદર્શન વાનગી નિદર્શન તેમજ આરોગ્ય અને પોષણને લગતા કાર્યક્રમ યોજાયેલ અધિકારીઓ દ્વારા લાભાર્થીને માર્ગદર્શન અપાયેલ કાર્યક્રમમાં ટંકારા આઈસીડીએસ વિભાગના સીડીપીઓ ભાવનાબેન ચારોલા ,મુખ્ય સેવિકા હંસાબેન મકવાણા, આરોગ્ય વિભાગ સ્ટાફ ,મહિલા બાળ વિકાસ વિભાગ ,પોલીસ વિભાગ ,આરોગ્ય વર્કર વગેરે ઉપસ્થિત રહેલ.

[wptube id="1252022"]
Back to top button