INTERNATIONAL

કોવિડ-19ના કારણે લોકોના સરેરાશ આયુષ્યમાં થયો બે વર્ષનો ઘટાડો : WHO

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા કોવિડ-19 અંગેનો એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરાયો છે. તેમાં જણાવાયું છે કે, કોવિડ-19ના કારણે લોકોનું સરેરાશ આયુષ્ય બે વર્ષ ઘટી ગયું છે. ગત એક દાયકામાં આયુષ્ય વધવાની સંભાવનાઓ વધી હતી, પરંતુ કોરોનાના કારણે તેમાં ઘટાડો થયો છે.

WHOએ કહ્યું કે, કોવિડ-19 મહામારીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ છે. સંક્રમણના કારણે લોકોમાં ઘણા પ્રકારની બિમારીઓ વધી છે, જેના કારણે લોકોના આયુષ્યમાં ઘટાડો થયો છે. કોવિડના કારણે ગ્લોબલ લાઈફ એક્સપેન્ટેન્સીનો રેસિયો 1.8 વર્ષ ઘટીને 71.4 વર્ષ પર આવી ગયો છે. અગાઉ વર્ષ 2012માં આ રેસિયો નોંધાયો હતો. જ્યારે અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં લાઈફ એક્સપેન્ટેન્સીનો રેસિયોમાં ત્રણ વર્ષનો ઘટાડો થયો છે. એટલે કે કોરોના પહેલા લોકો સરેરાશ જેટલું જીવવાના હતા, તેમાં ત્રણ વર્ષનો ઘટાડો થયો છે.

રિપોર્ટ મુજબ છેલ્લી અડધી સદીમાં બનેલી અન્ય ઘટનાઓની તુલનાએ સૌથી વધુ કોવિડના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ છે. આ મુદ્દે WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ ઘેબિયસે જણાવ્યું કે, આ ડેટા સામે આવ્યા બાદ વિશ્વભરની આરોગ્ય સુરક્ષા મજબૂત કરવા તેમજ આરોગ્ય ક્ષેત્રે લાંબાગાળાનું રોકાણ વધારવા માટે મહત્ત્વનું પાસું બનશે.

WHOના નિષ્ણાતોએ કહ્યું કે, કોરોનાએ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચડાવા ઉપરાંત તે સમયે સર્જાયેલા સંજોગોએ પણ સમગ્ર વિશ્વમાં કુપોષણનો ભાર વધાર્યો છે. વર્ષ 2022માં પાંચ કે તેથી વધુ ઉંમરના એક અબજ લોકો સ્થૂળતાથી પીડાતા હતા, જ્યારે તેનાથી વધુ લોકોનું વજન પણ ઘટી ગયું હતું તેમજ કુપોષણની સંખ્યામાં વધારો થયો હતો. આ તમામ પરિસ્થિતિઓએ સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરી છે અને તેના કારણે સમય પહેલા મૃત્યુનું જોખમ પણ વધારી શકે છે.

[wptube id="1252022"]
Back to top button