BHARUCHNETRANG

નેત્રંગમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમૌસમી વરસાદ 

 

વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી,કેરના પાકમાં ભારે નુકસાન 

ભરૂચ જીલ્લાના અતરિયાળ વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વાદળછાયા વાતાવરણ સાથે કમૌસમી વરસાદી માવઠા થવાની શક્યતાઓ જણાઇ રહી હતી.સાંજના સમય એકાએક વાતાવરણ ફેરબદલ થતાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમૌસમી વરસાદી માવઠું થયું હતું.વરસાદી માવઠાના આ.કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ધરતીપુત્રોને ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો હતો.કમૌસમી વરસાદી માવઠાની વિપરીત અસર કેરીના પાક ઉપર પડતા ઉભા કેરીના પાકને ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું છે.કાળીમજુરી કરીને ઉભો કરેલા પાકમાં ભારે નુકસાન થતાં ખેડુતઆલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

 

બ્રિજેશકુમાર પટેલ

પત્રકાર પ્રતિનિધિ,

નેત્રંગ

[wptube id="1252022"]
Back to top button