
બાંગ્લાદેશમાં ડેન્ગ્યૂનો કેર જોવા મળી રહ્યો છે. મૃતકોની સંખ્યા 1000ને પાર થઇ ગઇ છે. 2023માં બાંગ્લાદેશમાં ડેન્ગ્યૂ તાવથી 1 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે.
2023 પહેલા 9 મહિનામાં ઓછામાં ઓછા 1,017 લોકોના મોત થયા છે અને લગભગ 209,000 લોકો સંક્રમિત થયા છે, જે 2000માં પ્રથમ વખત ફેલાયેલી મહામારી પછી બાંગ્લાદેશમાં મચ્છરજન્ય બીમારીનો સૌથી વધુ પ્રકોપ છે. મૃતકોમાં 112 બાળક પણ સામેલ છે. 15 વર્ષ અને તેના કરતા ઓછી ઉંમરના નવજાત શિશુ પણ સામેલ છે.
દેશની હોસ્પિટલમાં દર્દી જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે દક્ષિણ એશિયન દેશમાં આ બીમારી ઝડપથી ફેલાઇ રહી છે. ડેન્ગ્યૂ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં થતી એક બીમારી છે અને તેમાં તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી થાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ચેતવણી આપી હતી કે ડેન્ગ્યૂ અને મચ્છરજન્ય વાયરસથી જતી અન્ય બીમારીઓ જેવી કે ચિકનગુનિયા, પીળો તાવ અને ઝીકા, જલવાયુ પરિવર્તનને કારણે ઝડપથી વધી રહ્યું છે.
ડેન્ગ્યુની ખાસ સારવાર કરતી કોઈ રસી અથવા દવા નથી, જે દક્ષિણ એશિયામાં જૂન-થી-સપ્ટેમ્બર ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય છે કારણ કે એડીસ એજિપ્તી મચ્છર જે રોગ ફેલાવે છે તે સ્થિર પાણીમાં જોવા મળે છે.










